મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એકનાથ શિંદે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.અને જાહેર કર્યું છે કે મુંબઈમાં એન્ટ્રી કરતા તમામ પાંચ ટોલ બુથ પર લાઇટ મોટર વ્હીકલ માટે સંપૂર્ણ ટોલ માફીની જાહેરાત કરી દીધી.આ નિયમ આજે રાતે 12 વાગ્યે લાગુ થઈ જશે.

આ જાહેરાત બાદ નાના વાહનચાલકોએ તમામ પાંચ ટોલ બૂથ દહિસરમુલુંડવાશીએરોલી અને તિન્હંત નાકા પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.સરકારે આ નિર્ણય આગામી મહિને યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે લેવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.