અંકલેશ્વર શહેર તથા તાલુકામાં આગામી ઇદે મિલાદૂન્નાબી તથા નવરાત્રીના તહેવારને અનુલક્ષી શહેર પોલીસ મથક ખાતે વિભાગ્ય નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇની સૂચના અનુસાર શહેર પી.આઇ. એફ.કે. જોગલના અધ્યક્ષસ્થાને શહેર શાંતિ સમિતિ તથા હિન્દુ મુસ્લિમ કોમના અગ્રણીઓ સાથે મિટિંગનું આયોજન કરાયું હતું.
જેમાં શહેરના પી.આઇ. જોગલે જણાવ્યુ હતું કે ચાલુ વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને લઈ અને શહેરમાં પણ કોરોનાના રોગને લઈ ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા આગામી તહેવારોમાં જુલૂસ કાઢવા નહીં તથા મેળાવડા કરવા નહીં જ્યાં મેદની થતી હોય તેવા કોઈ કાર્યક્રમ કરવા નહીં અને કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું સેનેટાઈઝ કરવું એક બીજા થી અંતર રાખવું વગેરે સૂચનો કર્યા હતા તથા કોરોનાથી બચવા તથા સરકારના નિયમોનું પાલન કરવા સપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે મ્યુ, સભ્ય જહાંગીર ખાન પઠાણ, મુસ્લિમ અગ્રણી સૈયદ અરસદ કાદરી, નુરૂ કુરેશી, મુનીર શેખ , શેર મોહમદ ખાન, કાંતિભાઈ પટેલ, અતુલભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.