મુંબઈ સામે લખનૌ સુપર જાયન્ટ્સના 228 રન પણ ઓછા પડ્યા છે. મુંબઈએ આ ટાર્ગેટ 18.4 ઓવરમાં ચેઝ કરી દીધો હતો. જેમાં રોહિત અને રિકેલ્ટને ધુંઆધાર બેટિંગ કરી હતી.
IPL 2026 ની 47મી મેચમાં મુંબઈએ લખનૌને 6 વિકેટથી હરાવ્યું છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા અને રાયન રિકેલ્ટનની વિસ્ફોટક ઇનિંગ્સના લીધે લખનૌ સુપર જાયન્ટ્સના 228 રન ઓછા પડ્યા છે. જેમાં રોહિત અને રિકેલ્ટને MI માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિતે 44 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 190.91 હતો. તો રિકેલટને 32 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 83 રન બનાવ્યા હતા જેમાં તેની સ્ટ્રાઇક રેટ 259.38 હતી.
229 રનના જવાબમાં મુંબઈએ રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંનેએ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. જેમાં પ્રથમ વિકેટ માટે 143 રનની પાર્ટનરશીપ કરી હતી. રિકેલટન 11મી ઓવરમાં 83 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, રોહિત શર્માએ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ ચાલુ રાખ્યો હતો. રોહિતે 6 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. નમન ધીરે પર 23 રન બનાવ્યા હતા.લખનૌ માટે મિશેલ માર્શ અને જોસ ઇંગ્લિશે ઇનિંગની શરૂઆત કરી હતી. ઇંગ્લિશે ત્રીજી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ નિકોલસ પૂરને આક્રમક બેટિંગ કરી હતી. જેમાં પૂરને માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. પૂરને 21 બોલમાં 63 રન બનાવ્યા હતા.
