રાજ્યમાં આજે કોરોના વાયરસના 13 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 32 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. રાજ્યમાં આજે 36 દર્દીઑ સાજા થયા છે.

આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસ અમદાવાદ શહેરમાં 06, વડોદરા શહેરમાં 05, દાહરોદમાં 01, ગાંધીનગર શહેરમાં 01 નોંધાયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના ફક્ત 326 એક્ટિવ કેસ સરકારી ચોપડે બચ્યા છે જ્યારે કે 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 321 દર્દીઓ સ્ટેબલ છે રાજ્યનો કુલ મૃત્યુઆંક 10941 પર સ્થિર છે તેવામાં આજે બે મોત થયા છે. એક મોત નવસારીમાં એક મોત ગાંધીનગર જિલ્લામાં નોંધાયું છે.

સમગ્ર વિશ્વમાં ચૌથી લહેરના ભણકારા છે ત્યારે ભારતમાં કોરોનાના કેસ તળિયે પહોંચી ગયા છે. રાજ્યમાં આજે કુલ 1,83,388 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ પૈકીની સૌથી વધુ 18855 વ્યક્તિઓને અમદાવાદ શહેરમાં રસી આપવામાં આવી છે. ગુજરાત રાજ્યનો રિકવરી રેટ પણ 99.08 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,48,93,379 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.