• વલસાડમાં ભાજપનુ ઓપરેશન લોટસ

  • ઉમરગામમાં AAP પાર્ટીને મોટો ફટકો

  • 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

  • મનીષ હડપતીએ ઝાડુ છોડીને કમળ પકડ્યું

  • આપમાં સતત અવગણનાથી છોડ્યો પક્ષ   

વલસાડના ઉમરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.આપના તાલુકા પ્રમુખ મનીષ હડપતી તેમના 1500 થી વધુ સમર્થકો અને હોદ્દેદારો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. 

વલસાડમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામતો જાય છે,ત્યારે ચૂંટણીના માહોલ સાથે પક્ષ પલટાની મોસમ પણ ખીલી ઉઠી છે.વલસાડના ઉમરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.આપના તાલુકા પ્રમુખ મનીષ હડપતી તેમના 1500 થી વધુ સમર્થકો અને હોદ્દેદારો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે.

ઉમરગામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા મનીષ હડપતી અને તેમના સમર્થકોને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ મનીષ હડપતીને યુવા અને આદિવાસી નેતા ગણાવ્યા હતા.