Connect Gujarat
દેશ

15 કેબિનેટ-28 રાજ્ય મંત્રીઓએ લીધા શપથ, ગુજરાતના એક સાથે 7 સાંસદને મોદી મંત્રીમંડળમાં સ્થાન

મોદી કેબિનેટનું સૌથી મોટું વિસ્તરણ થયું છે. મોદી કેબિનેટમાં સાંજે 6 વાગે 43 મંત્રીઓએ શપથ લેવાની શરૂઆત કરી હતી

15 કેબિનેટ-28 રાજ્ય મંત્રીઓએ લીધા શપથ, ગુજરાતના એક સાથે 7 સાંસદને મોદી મંત્રીમંડળમાં સ્થાન
X

મોદી કેબિનેટનું સૌથી મોટું વિસ્તરણ થયું છે. મોદી કેબિનેટમાં સાંજે 6 વાગે 43 મંત્રીઓએ શપથ લેવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાંથી ભાજપ સાંસદ નારાયણ રાણેને શપથ અપાવ્યા હતા. ત્યારબાદ આસામના સર્બાનાંદ સોનોવાલે શપથ લીધા હતા. ત્યારબાદ મધ્ય પ્રદેશના વીરેન્દ્ર કુમાર ખટીકે શપથ લીધા હતા.તેમને થાવરચંદ ગહલોતની જગ્યાએ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે,જે મધ્ય ભારતનો દલીત ચહેરો હતો. શપથ લેનાર 28 રાજ્યો મંત્રીઓમાં 7 મહિલાઓ છે. મોદીના 8 વર્ષના શાસનમાં આ વખતે સૌથી વધારે મંત્રીઓ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.

કેબિનેટ મંત્રીઓના નામ

1. નારાયણ રાણે

2. સર્વાનંદ સોનોવાલ

3. વીરેન્દ્ર કુમાર

4. જ્યોતિરાદિત્ય સિંધિયા

5. આરસીપી સિંહ

6. અશ્વિની વૈષ્ણવ

7. પશુપતિ કુમાર પારસ

8. કિરણ રિજ્જૂ

9. રાજકુમાર સિંહ

10. હરદીપ સિંહ પુરી

11. મનસુખ માંડવિયા

12. ભુપેન્દ્ર યાદવ

13. પુરષોતમ રુપાલા

14. જી કિશન રેડ્ડી

15. અનુરાગ ઠાકુર

રાજ્ય મંત્રીઓના નામ

1. પંકજ ચૌધરી

2. અનુપ્રિયા પટેલ

3. સત્યપાલ સિંહ બધેલ

4. રાજીવ ચંદ્રશેખર

5. શોભા કરંદાજે

6. ભાનુ પ્રતાપ સિંહ વર્મા

7. દર્શના વિક્રમ જરદોશ

8. મિનાક્ષી લેખી

9. અન્નપૂર્ણા દેવી

10. એ. નારાયણ સામી

11. કૌશલ કિશોર

12. અજય ભટ્ટ

13. બી.એલ વર્મા

14. અજય કુમાર

15. દેવુ સિંહ ચૌહાણ

16. ભગવંત ખૂબા

17. કપિલ મોરેશ્વર પાટિલ

18. પ્રતિમા ભૌમિક

19. ડૉ. સુભાષ સરકાર

20. ભગવત કિશનરાવ કડાર

21. ડૉ. રાજકુમાર રંજન સિંહ

22. ડૉ. ભારતી પ્રવીણ પવાર

23. બિશ્વેશર ટુડૂ

24. શાંતનૂ ઠાકુર

25. ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈ

26. ડો. એલ. મુરુગન

27. જોન બાર્લા

28. નીશિથ પ્રમાણિક

Next Story