/connect-gujarat/media/post_banners/efea7f81cb6ee1af3c8257d8dd53980b1bacb0f2540e01a229673edcbfd6f112.webp)
આમ આદમી પાર્ટીને સરકારી જાહેરાત ની આડમાં તેની રાજકીય જાહેરાત કથિત રીતે પ્રકાશિત કરવા બદલ રૂ. 163.62 કરોડની રિકવરી નોટિસ જારી કરવામાં આવી છે તો બીજી તરફ દિલ્હીના ડેપ્યુટી સીએમ એ આ નોટિસને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાત ની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાત માટે AAP પાસેથી રૂ. 97 કરોડની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યા હતા.મળતી માહિતી અનુસાર માહિતી અને પ્રચાર નિર્દેશાલય (DIP) દ્વારા જારી કરાયેલ વસૂલાત નોટિસ માં રકમ પર વ્યાજનો પણ સમાવેશ થાય છે અને દિલ્હીમાં સત્તારૂઢ AAP માટે 10 દિવસની અંદર સમગ્ર રકમ ચૂકવવી ફરજિયાત છે "જો AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અગાઉના આદેશ મુજબ પાર્ટીની મિલકતો જપ્ત કરવા સહિતની તમામ કાનૂની કાર્યવાહી સમયબદ્ધ રીતે કરવામાં આવશે."ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા એ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું, "દિલ્હીમાં અધિકારીઓ પર ગેરબંધારણીય નિયંત્રણના ગેરકાયદેસર ઉપયોગને જુઓ, ભાજપે દિલ્હી સરકારના માહિતી વિભાગના સચિવ એલિસ વાઝ ને નોટિસ પાઠવી છે કે 2017 થી, રાજ્યોમાં આપવામાં આવતી જાહેરાત ના ખર્ચ. દિલ્હીની બહાર મુખ્યમંત્રી દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે." અરવિંદ કેજરીવાલ જી પાસેથી વસૂલ કરવામાં આવશે.