Connect Gujarat
દેશ

આંદામાન નિકોબારના 21 ટાપુ પરમવીર ચક્ર વિજેતાના નામે ઓળખાશે,પીએમ મોદીની અનોખી ભેટ

PM નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ની જન્મજયંતિ પર વિડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓને 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ બદલવાના સમારોહમાં પરમવીર ચક્ર વિજેતાના નામ આપશે

આંદામાન નિકોબારના 21 ટાપુ પરમવીર ચક્ર વિજેતાના નામે ઓળખાશે,પીએમ મોદીની અનોખી ભેટ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ની જન્મજયંતિ પર વિડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓને 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ બદલવાના સમારોહમાં પરમવીર ચક્ર વિજેતાના નામ આપશે. 23 મી જાન્યુઆરીના દિવસે 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.આ સંબંધમાં જારી કરેલા નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં નેતાજી ના નામ પર બનેલા ટાપુ પર સુભાષ ચંદ્ર બોઝ ને સમર્પિત રાષ્ટ્રીય સ્મારક મોડલનું પણ અનાવરણ કરશે.રોસ આઇલેન્ડ નું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રખાયુ હતું આંદામાન અને નિકોબાર ટાપુઓ ના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને અને નેતાજીની સ્મૃતિને માન આપવા માટે, 2018 માં ટાપુની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા રોસ આઇલેન્ડ નું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આઇલેન્ડ રાખવામાં આવ્યું હતું. નીલ દ્વીપ અને હેવલોક દ્વીપનું નામ અનુક્રમે શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન કરમ સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ, કેપ્ટન જીએસ સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ ધન સિંહ થાપાના નામ પરથી અનામી ટાપુઓના નામ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. સુબેદાર જોગિન્દર સિંઘ, મેજર શૈતાન સિંઘ, કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ અને લેફ્ટનન્ટ કર્નલ અરદેશર બુર્જોરજી તારાપોર ના નામ પરથી પણ ટાપુ ઓળખાશે

Next Story