Connect Gujarat
દેશ

બેંગ્લોરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વડોદરાના 22 વર્ષીય યુવાનની હત્યા, હત્યાનું કારણ અકબંધ

રેવા યુનિવર્સિટીમાં રાતે એક પાર્ટીમાં બે ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વડોદરાના અભ્યાસ કરતાં 22 વર્ષીય ભાસ્કર જેટીનું મોત થયું છે.

બેંગ્લોરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વડોદરાના 22 વર્ષીય યુવાનની હત્યા, હત્યાનું કારણ અકબંધ
X

વડોદરાના આશાસ્પદ યુવાનનું બેંગ્લોરની યુનિવર્સિટી માં કોલેજની ફેરવેલ પાર્ટીમાં ચપ્પાના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે. બેંગ્લોરની રેવા યુનિવર્સિટીમાં શુક્રવારે રાતે એક પાર્ટીમાં બે ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વડોદરાના અભ્યાસ કરતાં 22 વર્ષીય ભાસ્કર જેટીનું મોત થયું છે. જ્યારે અન્ય એક વિધ્યાર્થી ઘાયલ થયો છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓના એક જુથ દ્વારા ભાસ્કરના છાતીમાં ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે. જોકે વિદ્યાર્થીને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.

ભાસ્કર મિકેનિકલ ઇંજિનિયરિંગ ના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. નોંધનીય છે કે શુક્રવારે આ કોલેજનો ફેસ્ટ ચાલી રહ્યો હતો. તે દરમિયાન આ બનાવ બન્યો હતો. જ્યાં અન્ય એક શરથ નામના યુવકને માથા પર ઇજાઓ થઈ હતી. તે હાલમાં પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યો છે. આ પાર્ટીમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ સામેલ હતા. પોલીસ સીસીટીવી ફૂટેજનું વિશ્લેસણ કરી રહી છે. ત્યારે હાલ તો આ બનાવ બનવામાં કારણો અકબંધ છે.

Next Story