અમૃતસરમાં 2 દિવસમાં બીજો બ્લાસ્ટ,ગોલ્ડન ટેમ્પલ નજીક હેરિટેજ સ્ટ્રીટ પર સવારે 6 વાગ્યે બ્લાસ્ટ થતા દોડધામ
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેટલ ડિટેક્ટર વડે આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે
BY Connect Gujarat Desk8 May 2023 8:41 AM GMT

X
Connect Gujarat Desk8 May 2023 8:41 AM GMT
પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે હેરિટેજ રોડ પર 32 કલાક બાદ ફરી બ્લાસ્ટ થયો છે. સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. શનિવારની મોડી રાત્રે જ્યાં આ ઘટના બની હતી તે જ જગ્યા પાસે વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધી પોલીસ પહેલા બ્લાસ્ટનું કારણ શોધી શકી નથી અને આ દરમિયાન હવે ફરીથી બીજો બ્લાસ્ટ થયો છે.
આ મામલે પોલીસ હજુ પણ મૌન સેવી રહી છે. સવારે બ્લાસ્ટની જાણ થતાં જ પોલીસ કમિશનર નૌનિહાલ સિંહ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમની સાથે ડિટેક્ટિવ ડીસીપી અને એસીપી ગુરિન્દરપાલ સિંહ નાગરા પણ હાજર છે.ઘટના બાદ અમૃતસર પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેટલ ડિટેક્ટર વડે આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. ગટર લાઇનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
Next Story