Connect Gujarat
દેશ

કર્ણાટકમાં ભારે વરસાદના કારણે 4 વ્યક્તિના મોત, ઘણા લોકો થયા ઇજાગ્રસ્ત...

2 લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2 અન્ય લોકો ઓટોરિક્ષા પર ધરાશાયી થયેલા ઝાડના કારણે મૃત્યુ પામ્યા હતા.

કર્ણાટકમાં ભારે વરસાદના કારણે 4 વ્યક્તિના મોત, ઘણા લોકો થયા ઇજાગ્રસ્ત...
X

કર્ણાટકમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ થયો છે. આ દરમિયાન વીજળી પણ પડી અને તોફાન પણ શરૂ થયું. આ બધાની વચ્ચે કર્ણાટકમાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત થયા છે. જેમાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ થયો છે. આ દરમિયાન વીજળી પણ પડી અને તોફાન પણ શરૂ થયું. આ બધાની વચ્ચે કર્ણાટકમાં 4 લોકોના મોત થયા છે. જેમાં 2 લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2 અન્ય લોકો ઓટોરિક્ષા પર ધરાશાયી થયેલા ઝાડના કારણે મૃત્યુ પામ્યા હતા.

મંડ્યા જિલ્લાના મદ્દુર તાલુકામાં શુક્રવારે વીજળી પડવાથી એક મહિલા સહિત 2 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. મૃતકોની ઓળખ વૈદ્યનાથપુરા ગામની રહેવાસી 34 વર્ષીય મધુ અને શિવપુરા ગામની રહેવાસી 60 વર્ષીય ગૌરમ્મા તરીકે થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે મોડી રાત્રે જ્યારે વીજળી પડી, ત્યારે મધુ ભારે વરસાદથી બચવા માટે એક ઝાડ નીચે ઉભી હતી, ત્યારે આ ઘટના બની હતી. અન્ય એક ઘટનામાં, ગૌરમ્માના ઘરની ખૂબ નજીક વીજળી પડી. તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પાદુરુ કુરાલુના રહેવાસી પુષ્પા કુલાલ અને કાલાતુરુના રહેવાસી ક્રિષ્ના ગુરુવારે રાત્રે ઓટો પર એક વિશાળ વૃક્ષ પડી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. ઝાડ નીચે આવતા વાહનને સંપૂર્ણ નુકસાન થયું છે. અધિકારીઓએ ઝાડ પડવાનું કારણ સતત ભારે વરસાદને જવાબદાર ગણાવ્યું છે. રાજ્યભરમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Next Story