ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દોડી આવ્યા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. ગઈકાલે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCRમાં ગઈકાલે આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી, જ્યારે ઉત્તરાખંડમાં આજે ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ હતી. પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.
ઉત્તરાખંડમાં અનુભવાયા 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા.....
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે
New Update