ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રતાપમાં ફસાયેલા કામદારોને રેસ્ક્યુ કરીને 51 લોકોને બહાર કાઢયા,પાંચના નિપજ્યા મોત

ચમોલીમાં હિમપ્રપાતમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું કામ ત્રીજા દિવસે પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 54 માંથી 51 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે

New Update
Chamoli Rescue

ઉત્તરાખંડના ચમોલીમાં 28 ફેબ્રુઆરીએ થયેલા હિમપ્રપાતમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું કામ ત્રીજા દિવસે પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 54 માંથી 51 લોકોને બહાર કાઢવામાં આવ્યા છેજેમાંથી 5ના મોત થયા છે.

Advertisment

પહેલા ગુમ થયેલા કામદારોની સંખ્યા 55 હોવાનું જણાવવામાં આવ્યું હતુંપરંતુ શુક્રવારે ખબર પડી કે હિમાચલના કાંગડાના રહેવાસી સુનિલ કુમાર કોઈને જાણ કર્યા વિના કેમ્પમાંથી પોતાના ગામ ગયા હતા. પરિવારે આ માહિતી આપી.

રવિવારે સારા હવામાનને કારણે વહેલી સવારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સેના ડ્રોન અને રડાર સિસ્ટમનો ઉપયોગ કરીને બરફમાં ફસાયેલા કામદારોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ કામગીરીમાં 7 હેલિકોપ્ટર પણ સામેલ છે.

સેના અને વાયુસેના ઉપરાંત, ITBP, BRO, SDRF અને NDRFના 200થી વધુ સૈનિકો પણ ઘટના સ્થળે બરફ જાતે ખોદીને ગુમ થયેલા કામદારોને શોધવામાં રોકાયેલા છે.

આ અકસ્માત 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે ચમોલીના માણા ગામમાં થયો હતો. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કાર્યકરો મોલી-બદ્રીનાથ હાઇવે પર એક કન્ટેનર હાઉસમાં રોકાયા હતા ત્યારે બરફનો પહાડ સરકી ગયો હતો.બધા કામદારો તેનો ભોગ બન્યા છે.

અકસ્માતમાં ફસાયેલા 54 કામદારોમાં બિહારના 11, ઉત્તર પ્રદેશના 11, ઉત્તરાખંડના 11, હિમાચલ પ્રદેશના 6, જમ્મુ-કાશ્મીરના 1 અને પંજાબના 1 કામદારનો સમાવેશ થાય છે.13 મજૂરોના સરનામા અને મોબાઇલ નંબર ઉપલબ્ધ નથી.

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ શનિવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કામદારોને મળ્યા હતા.આ પહેલાપ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. ધામીએ કહ્યું કે પીએમએ શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

Advertisment
Latest Stories