નવેમ્બરની શરૂઆતથી જ 7 મહત્વપૂર્ણ નિયમોમાં થયા ફેરફાર, સામાન્ય માણસના દૈનિક વ્યવહારો પર પડશે અસર

નવેમ્બર 2025 મહિનાની શરૂઆત સાથે જ દેશમાં વિવિધ નવા નિયમોનો અમલ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સામાન્ય માણસના દૈનિક આર્થિક વ્યવહારો પર પડશે.

New Update
  • દેશમાં નવેમ્બરની શરૂઆતથી થયા નવા ફેરફાર

  • 7 મહત્વપૂર્ણ નિયમોમાં કરવામાં આવ્યો ફેરફાર

  • સામાન્ય માણસના દૈનિક વ્યવહારો પર પડશે અસર

  • આધારકાર્ડ અપડેટ,બેન્ક નોમિનેશનમાં ફેરફાર

  • GSTની ચાર સ્લેબ સિસ્ટમને બદલવામાં આવી 

નવેમ્બર 2025 મહિનાની શરૂઆત સાથે જ દેશમાં વિવિધ નવા નિયમોનો અમલ કરવામાં આવ્યો છેજેની સીધી અસર સામાન્ય માણસના દૈનિક આર્થિક વ્યવહારો પર પડશે.

દેશભરમાં નવેમ્બરની શરૂઆત સાથે જ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે,જેની સીધી અસર સામાન્ય માણસના આર્થિક વ્યવહારો પર પડશે.જેમાં આધાર અપડેટ ફીમાં ફેરફારબેન્ક નોમિનેશનના નિયમોમાં સરળતાનવા GST સ્લેબ અને કાર્ડ પેમેન્ટ પર નવી ફી સહિતના 7 મોટા બદલાવ કરવામાં આવ્યા છે.UIDAIએ બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટેની રૂપિયા 125ની ફી માફ કરી દીધી છે. આ છૂટ એક વર્ષ સુધી મફત રહેશે. પુખ્ત વયના લોકો માટે નામજન્મ તારીખસરનામું કે મોબાઇલ નંબર અપડેટ કરવાની કિંમત રૂપિયા 75 રહેશેજ્યારે ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટની કિંમત રૂપિયા 125 જ રહેશે.

આ ઉપરાંત પહેલી નવેમ્બરથી બેન્ક યુઝર્સને એક એકાઉન્ટલોકર અથવા સેફ ડિપોઝિટ માટે વધુમાં વધુ ચાર વ્યક્તિઓને નોમિનેટ કરવાની છૂટ મળશે.નવેમ્બરથી સરકાર કેટલાક સામાન માટે સ્પેશિયલ રેટ સાથે નવી બે-સ્લેબ GST સિસ્ટમ લાગુ કરશે. અગાઉની ચાર સ્લેબ સિસ્ટમ 5 ટકા12 ટકા18 ટકા અને 28 ટકાને બદલવામાં આવી છે.બીજી તરફ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાંથી યુનિફાઇડ પેન્શન સ્કીમમાં શિફ્ટ થવા ઇચ્છતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે હવે આ પ્રક્રિયા પૂરી કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય છે.

પંજાબ નેશનલ બેન્ક ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં તેના લોકર ભાડાની ફીમાં ફેરફાર કરશે તેમ જાણવા મળ્યું છે.તેમજ પહેલી નવેમ્બરથીએસબીઆઈ કાર્ડ યુઝર્સને મોબીક્વિક અને ક્રેડ જેવી થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા કરાયેલા શિક્ષણ સંબંધિત પેમેન્ટ પર 1 ટકા ફી ચૂકવવી પડશે. આ ઉપરાંતએસબીઆઈ કાર્ડ વડે ડિજિટલ વોલેટમાં રૂપિયા 1000થી વધુની રકમ ઉમેરવા પર પણ 1 ટકા ફી લાગુ થશે.

 

 

Latest Stories