/connect-gujarat/media/post_banners/e8fcb399fc42eda18425ae7ab8914dbd8df43cc809fb78d2746d5ad129dd1687.webp)
રાજસ્થાનના હનુમાનગઢ જીલ્લામાં ગઈ કાલે સાંજે ભયાનક અને દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં 7 લોકો મોતને ભેટ્યા છે. તમામ મુસાફરો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 2 પુરુષ, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે. તમમા મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. જ્યારે આ અકસ્માતમાં 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ સમગ્ર રોડ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જેને પોલીસે પહોચીને પૂર્વરત કરાવ્યો હતો. આ ભયાનક અકસ્માત બાદ તે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને ભારે જહેમત બાદ કારમાંથી મૃતદેહોને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.