/connect-gujarat/media/media_files/2025/02/24/iL5QgnDE2vtMKyDbvr9h.jpg)
તેલંગાણાના નાગરકુરનૂલ જિલ્લામાં શ્રીસેલમ ટનલ કેનાલ પ્રોજેક્ટનો બાંધકામ હેઠળનો હિસ્સો ધસી પડતા આઠ શ્રમિક છેલ્લા 48 કલાકથી ફસાયા છે. ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે NDRFની ટીમ મહેનત કરી રહી છે.પરંતુ હજુ સુધી સફળતા હાથ લાગી નથી. શ્રમિકો 14 કિમી અંદર ફસાયેલા છે.
ટનલના અંતિમ 200 મીટરના હિસ્સામાં પાણી અને કાદવના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.બચાવ ટુકડી અંદર સુધી જવા અસક્ષમ બની છે.પાણી અને કાદવના કારણે ભારે મશીનરી પણ ઉતારી શકાઈ નથી.કાદવમાંથી પસાર થવા માટે રબર ટ્યૂબ અને લાકડીનો સહારો લઈ રહ્યા છે.
શ્રમિકોને બચાવવા માટે NDRFની ચાર ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે,અને ટનલમાં ફસાયેલા શ્રમિકોને વહેલી તકે બહાર કાઢવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.