/connect-gujarat/media/media_files/xMUDRXAUGk0z6fuxFgaS.png)
મેઘરાજાનું આ વર્ષે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જેમાં દ્વારકામાં સૌથી વધુ 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે જુનાગઢમાં 5 ઈંચ, વેરાવળમાં 4 ઈંચથી વધુ, તલાલામાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ અનુસાર, આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે.