અંકલેશ્વર - હાંસોટ પંથકમાં વહેલી સવારે મૌસમના બદલાયેલા મિજાજ, ગાઢ ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યું

ભરૂચ જિલ્લામાં મૌસમના બદલાયેલા મિજાજ જોવા મળી રહ્યા છે.બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે તો આજે સવારના સમયે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

New Update
Screenshot_2025-05-01-08-30-02-41_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચ જિલ્લામાં મૌસમના બદલાયેલા મિજાજ જોવા મળી રહ્યા છે.બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે તો આજે સવારના સમયે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

Advertisment
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધૂમમ્સભર્યું વાતાવરણ નજરે પડ્યું હતું. 
ધુમ્મસના કારણે વાહનચાલકોને  વાહન ચલાવવામાં મુશ્કેલી નડી હતી.હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સવારના સમયે એકાએક જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધૂમમ્સભર્યા વાતાવરણના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી જોકે સૂર્યનારાયણને દર્શન દીધા બાદ વાતાવરણ સામાન્ય થઈ ગયું હતું.
Advertisment
Latest Stories