પુણેમાં હિટ એન્ડ રનની ઘટના,ફટાકડા ફોડી રહેલા યુવાનને કાર ચાલકે કચડી નાંખ્યો !

મહારાષ્ટ્રના પુણેમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દિવાળીની રાત્રે રોડ પર ફટાકડા ફોડી રહેલા એક યુવાનને કારચાલકે કચડી નાખ્યો હતો.

New Update
a

મહારાષ્ટ્રના પુણેમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દિવાળીની રાત્રે રોડ પર ફટાકડા ફોડી રહેલા એક યુવાનને કારચાલકે કચડી નાખ્યો હતો.

Advertisment

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.કારની ટક્કર એટલી જોરદાર હતી કે યુવક લગભગ 10 મીટર દૂર જઈને પડ્યો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવરે કાર રોકી નહોતી. હાલ પુણે પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.પોલીસના જણાવ્યા અનુસાર યુવક ઓળખ 35 વર્ષીય સોહમ પટેલ તરીકે થઈ છે.

દિવાળીની રાત્રે સોહમ રસ્તા પર ફટાકડા ફોડી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેના ઘરનો એક બાળક રસ્તાની વચ્ચે આવે છે અને ફટાકડા સળગાવવાનો પ્રયાસ કરે છે.આ જોઈને સોહમ પણ રસ્તા પર આવે છે અને બાળકને એક સાઈડમાં કરી દે છે. એટલામાં જ એક કાર તેજ ગતિએ આવે છે અને તેને ટક્કર મારે છે. સોહમ કેટલાય મીટર દૂર પડે છે. તેનું ઘટનાસ્થળે જ મોત થાય છે.

Advertisment