/connect-gujarat/media/media_files/6qseDJlMClhxV31Nf2jQ.png)
તામિલનાડુમાં એક હોટલનેભોજનમાં રૂપિયા25નું અથાણું નહીં આપવા બદલ ગ્રાહક તકરાર નિવારણ દ્વારા રૂપિયા35 હજાર ચુકવવાની ફટકાર લગાવી હતી,આ મુદ્દોખુબજ ચર્ચાસ્પદ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ તામિલનાડુ સી.અરોકીયાસામીએ હોટેલ બાલામુરુગન માંથી 80રૂપિયાની એક એવી પચીસ ડિશનોઓર્ડર આપ્યો હતો. પોતાના ઘરે સ્વજનનીપુણ્યતિથિ પ્રસંગે પચીસ જણ માટે ફૂડ મગાવ્યું હતું. એમાં સફેદ રાઈસ, સાંભાર, રસમ, કોત્તુ, છાશ, અપ્પમ અને પિકલનોસમાવેશ થતો હતો. મૌખિક વાતચીત દરમ્યાન તે ગ્રાહકને હોટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરેકડિશની સાથે તેમને એક રૂપિયાની કિંમતનું અથાણું પણ આપવામાં આવશે. જોકે હોટલ એઓર્ડરમાં અથાણું આપવાનું ભૂલી ગઈ એટલું જ નહીં, ૨૦૦૦ રૂપિયાનું બિલપણ ઓર્ડર સાથે આપવામાં નહોતું આવ્યું.
28 નવેમ્બર2022માં બનેલી આ ઘટના માટે એ વખતે જ કસ્ટમરેકન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ફૂડ સર્વિસમાં ઊણપ રહી ગઈ અને મહેમાનોનેઅથાણું ન આપી શક્યા એ તેમના માટે દુઃખદ ઘટના બની રહી હતી એવી દલીલ કરી હતી.તાજેતરમાં આ કેસનો નિવેડો આવ્યો હતો અને તામિલનાડુના વિલ્લુપુરમમાંજિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગેહોટલને આ ગ્રાહકનેઅથાણાંના25 રૂપિયા પાછા આપવાનું કહ્યું છે એટલું જ નહીં, માનસિક હેરાનગતિ બદલ30,000 રૂપિયા અને કોર્ટ કેસ માટે થયેલા ખર્ચ પેટે5000 રૂપિયા એમકુલ35,025 રૂપિયા કસ્ટમરને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.તામિલનાડુની આ ઘટના અન્ય હોટેલકે રેસ્ટોરન્ટ માટે એક ઉદાહરણરૂપ બની હતી.