તામિલનાડુમાં એક હોટલને રૂપિયા 25ની ભૂલ 35 હજારમાં પડી!

તામિલનાડુમાં એક હોટલને ભોજનમાં રૂપિયા 25નું અથાણું નહીં આપવા બદલ ગ્રાહક તકરાર નિવારણ દ્વારા રૂપિયા 35 હજાર ચુકવવાની ફટકાર લગાવી હતી,આ મુદ્દો ખુબજ ચર્ચાસ્પદ બન્યો હતો. 

thali
New Update

તામિલનાડુમાં એક હોટલને ભોજનમાં રૂપિયા 25નું અથાણું નહીં આપવા બદલ ગ્રાહક તકરાર નિવારણ દ્વારા રૂપિયા 35 હજાર ચુકવવાની ફટકાર લગાવી હતી,આ મુદ્દો ખુબજ ચર્ચાસ્પદ બન્યો હતો. 

જાણવા મળ્યા મુજબ તામિલનાડુ સી.અરોકીયાસામીએ હોટેલ બાલામુરુગન માંથી 80 રૂપિયાની એક એવી પચીસ ડિશનો ઓર્ડર આપ્યો હતો. પોતાના ઘરે સ્વજનની પુણ્યતિથિ પ્રસંગે પચીસ જણ માટે ફૂડ મગાવ્યું હતું. એમાં સફેદ રાઈસસાંભારરસમકોત્તુછાશઅપ્પમ અને પિકલનો સમાવેશ થતો હતો. મૌખિક વાતચીત દરમ્યાન તે ગ્રાહકને હોટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરેક ડિશની સાથે તેમને એક રૂપિયાની કિંમતનું અથાણું પણ આપવામાં આવશે. જોકે હોટલ એ ઓર્ડરમાં અથાણું આપવાનું ભૂલી ગઈ એટલું જ નહીં૨૦૦૦ રૂપિયાનું બિલ પણ ઓર્ડર સાથે આપવામાં નહોતું આવ્યું.

28 નવેમ્બર 2022માં બનેલી આ ઘટના માટે એ વખતે જ કસ્ટમરે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ફૂડ સર્વિસમાં ઊણપ રહી ગઈ અને મહેમાનોને અથાણું ન આપી શક્યા એ તેમના માટે દુઃખદ ઘટના બની રહી હતી એવી દલીલ કરી હતી.તાજેતરમાં આ કેસનો નિવેડો આવ્યો હતો અને તામિલનાડુના વિલ્લુપુરમમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે હોટલને આ ગ્રાહકને અથાણાંના 25 રૂપિયા પાછા આપવાનું કહ્યું છે એટલું જ નહીંમાનસિક હેરાનગતિ બદલ 30,000 રૂપિયા અને કોર્ટ કેસ માટે થયેલા ખર્ચ પેટે 5000 રૂપિયા એમ કુલ 35,025 રૂપિયા કસ્ટમરને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.તામિલનાડુની આ ઘટના અન્ય હોટેલ કે રેસ્ટોરન્ટ માટે એક ઉદાહરણરૂપ બની હતી.

#CGNews #India #fined #Tamilnadu #hotel
Here are a few more articles:
Read the Next Article