Connect Gujarat
દેશ

પશ્ચિમ રેલવેની મોટી પહેલ, એન્જિનની બંને બાજુએ 3-3 કેમેરા લગાવાશે, ડિસેમ્બર સુધીમાં કામ પૂરું થશે

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત પછી ફરી એક વાર મુસાફરોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.

પશ્ચિમ રેલવેની મોટી પહેલ, એન્જિનની બંને બાજુએ 3-3 કેમેરા લગાવાશે, ડિસેમ્બર સુધીમાં કામ પૂરું થશે
X

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત પછી ફરી એક વાર મુસાફરોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. આ દુર્ઘટનામાં 288 લોકોને જીવ ગુમાવવો પડ્યો છે જ્યારે 1100થી વધુ ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને પગલે કેન્દ્ર સરકાર સહિત તમામ રેલવે ઝોનને ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે સુરક્ષાના મુદ્દે નવેસરથી ચર્ચા-વિચારણા કરવા મજબૂર કર્યા છે. દરમિયાન, આવી દુર્ઘટના અટકાવવા માટે પશ્ચિમ રેલવેએ મહત્ત્વનું પગલું ભર્યું છે. તે પ્રમાણે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક એન્જિનમાં મોટું પરિવર્તન જોવા મળશે. તેના થકી ભવિષ્યમાં માત્ર આવી ઘટનાઓ અને માનવીય ભૂલને કારણે સર્જાતા અકસ્માતો જ નહીં ઘટે પરંતુ આવી દુર્ઘટનાઓની સરળતાથી ભાળ મેળવી શકાશે. વાસ્તવમાં, પશ્ચિમ રેલવે દ્વારા હવે લાંબા અંતરની ટ્રેનોમાં જોડાનારા ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનમાં કેમેરા લગાવાઈ રહ્યા છે. એન્જિનની બંને બાજુએ 6 કેમેરા લગાવાશે. આ પાવરફૂલ કેમેરા ઓડિયો પણ રેકોર્ડ કરી શકશે.

Next Story