Connect Gujarat
દેશ

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના ટળી, યાર્ડમાં બુંદેલખંડ એક્સપ્રેસમાં આગ લાગતા 80% કોચ સળગીને રાખ.....

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના ટળી, યાર્ડમાં બુંદેલખંડ એક્સપ્રેસમાં આગ લાગતા 80% કોચ સળગીને રાખ.....
X

મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશનમાં આજે યાર્ડમાં ઉભેલી બુંદેલખંડ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 80 ટકા કોચ સળગીને રાખ થઈ ગયો છે.

શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સૂચના મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો છે. જો ફાયર બ્રિગેડની ટીમ સમયસર ન પહોંચી હોય તો મોટી ઘટના સર્જાવાની સંભાવના હતી. આ ટ્રેન વારાણસીથી ગ્વાલિયર આવી હતી. ઉલ્લેખનિય છે કે, ટ્રે નંબર 11107-11108 ગ્વાલિયર-બનારસ બુંદેરખંડ એક્સપ્રેસ 11 નવેમ્બરે સાંજે 5.15 કલાકે વારાણસીથી ગ્વાલિયર તરફ જવાના રવાના થઈ હતી.

આ ટ્રેન 12 નવેમ્બરે સવારે 8.19 કલાકે ગ્વાલિયર પહોંચી હતી. ત્યારબાદ સફાઈ માટે ટ્રનને યાર્ડમાં લઈ જવાઈ હતી, જ્યાં કેટલાક લોકોએ લગભગ 10.00 વાગે ટ્રેનનો કોચ નંબર-4માં ધુમાળા જોયા, ત્યારબાદ તુરંત ફાયર બ્રિગેડની જાણ કરાઈ.





Next Story