Connect Gujarat
દેશ

યુપીના બરેલીમાં સર્જાયો ભયંકર અકસ્માત, ડમ્પર સાથે કાર ટકરાતા 8 જાનૈયાઓ જીવતા ભૂંજાયા....

બરેલી-નૈનીતાલ હાઇવે પર મારુતિ અર્ટિગા કારની ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. કારનું ટાયર ફાટી ગયું હતું અને ટક્કરને કારણે તે ઘણી દૂર ઘસડાઈ હતી

યુપીના બરેલીમાં સર્જાયો ભયંકર અકસ્માત, ડમ્પર સાથે કાર ટકરાતા 8 જાનૈયાઓ જીવતા ભૂંજાયા....
X

યુપીના બરેલીમાં એક મોટો રોડ અકસ્માત સામે આવ્યો છે. જેમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. અહીં, નૈનીતાલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી હતી, ત્યારબાદ કારમાં સવાર તમામ લોકોના દર્દનાક મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર લોકો લગ્ન માંથી પરત ફરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વાહનમાં સેન્ટ્રલ લોક હોવાથી ઘાયલોને બહાર આવવાની તક મળી ન હતી. તમામ આઠ મૃતદેહોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

તેમાં 7 પુખ્ત અને એક બાળક છે. કારમાં સવાર તમામ મૃતકો બહેરીના રહેવાસી હોવાનું કહેવાય છે અને અકસ્માત મોડી રાત્રે થયો હતો. ઘટનાની માહિતી મળતા જ એસએસપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, બરેલી-નૈનીતાલ હાઇવે પર મારુતિ અર્ટિગા કારની ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. કારનું ટાયર ફાટી ગયું હતું અને ટક્કરને કારણે તે ઘણી દૂર ઘસડાઈ હતી જેને કારણે કારમાં આગ ભભૂકી ઉઠી હતી અને સેન્ટ્રલ લોક હોવાને કારણે તેમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા ન હતા.

કારમાં આગ લાગવાને કારણે તમામ આઠ લોકોના મોત થયા હતા. બરેલીના એસએસપીએ જણાવ્યું કે વાહનમાંથી તમામ આઠ મૃતદેહો મળી આવ્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી પોલીસને મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ માહિતી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story