Connect Gujarat
દેશ

અમદાવાદ : વન ધન યોજના આદિવાસીઓ માટે નુકસાનરૂપ હોવાનો કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો આક્ષેપ..!

X

કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રવક્તાએ યોજી બેઠક

પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કર્યા સરકાર પર પ્રહાર

આદિવાસીઓ માટે વન ધન યોજના નુકસાનરૂપ : પ્રવક્તા

અમદાવાદ સ્થિત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ બેઠક યોજી કેન્દ્ર સરકારની વન ધન યોજના આદિવાસીઓ માટે નુકસાનરૂપ હોવાનો આક્ષેપ કર્યો હતો.

રાજ્યના અંતરિયાળ ગ્રામીણ તેમજ વન પ્રદેશમાં વસતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓને વન વિસ્તારમાંથી એકત્ર કરાતી વનપેદાશોનું સાચું મૂલ્ય મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વન ધન વિકાસ યોજના અમલમાં મુકવામાં આવી છે, ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ બેઠક યોજી કેન્દ્ર સરકારની વન ધન યોજના આદિવાસીઓ માટે નુકસાનરૂપ હોવાનો આક્ષેપ કર્યો હતો. વન ધન યોજના અંતર્ગત જંગલની ગૌણ પેદાશોનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રવક્તાએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે વન ધન યોજના પેટે રૂ. 17.40 કરોડની ફાળવણી કરાય છે. ઉપરાંત પ્રત્યેક આદિવાસી પાસેથી રૂ. 1 હજાર લેખે યોજાનામાં ફાળા પેટે રૂ. 3 કરોડ 48 લાખ ઉઘરાવ્યા હોવાનો પણ પાર્થિવરાજ કઠવાડિયાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં વન ધન યોજનાના કુલ 116 ક્લસ્ટર આવેલા છે, જ્યાં એક ક્લસ્ટરમાં કુલ 300 આદિવાસી સભ્યો છે. તો બીજી તરફ, વન ધન યોજના થકી જંગલની ગૌણ પેદાશોની ટ્રાઇફેડ સંસ્થા દ્વારા ખરીદી કરવામાં આવે છે. અને ટ્રાઇફેડ આ પ્રોડ્કટ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મલ્ટીનેશનલ કંપનીને વેચે છે. જેમાં મધ અને મહુડાના ફૂલ, કરંજના બીજ જેવી 86 પ્રકારની ગૌણ પેદાશનું વેચાણ કરવામાં આવે છે. જેથી આદિવાસીઓને જંગલની ગૌણ પેદાશોના વેચાણનું પૂરતું વળતર મળતું નથી. જોકે, સરકાર આ યોજનાના બદલે સીધી સહાય કરે, તો આદિવાસીઓને મહિને 5 હજાર રૂપિયા મળે તેમ છે. વનધન યોજનામાં કોનો વિકાસ થયો અને કોને લાભ મળ્યો તેવા સવાલ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ઉઠાવ્યા છે, ત્યારે હવે આદિવાસીઓને તેમની મહેનતનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી કોંગ્રસ દ્વારા માંગ કરવામાં આવી છે.

Next Story