'House Arrest' વિવાદમાં ફસાયેલ એજાઝ ખાન પર હવે બળાત્કારનો આરોપ, ફિલ્મમાં કામ આપવાનું આપ્યું હતું વચન

ફિલ્મ અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે એક મહિલાએ અભિનેતા એજાઝ ખાન પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

New Update
aaa

ફિલ્મ અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે એક મહિલાએ અભિનેતા એજાઝ ખાન પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. ચારકોપ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 30 વર્ષીય એક મહિલાએ તાજેતરમાં ફરિયાદ નોંધાવી હતી કે ફિલ્મમાં ભૂમિકા આપવાનું વચન આપીને એજાઝ ખાને ઘણી જગ્યાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

Advertisment

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેતા વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

એજાઝ ખાન વિવાદોમાં કેમ ઘેરાયેલો છે?

અગાઉ, ઉલ્લુ એપ પર સ્ટ્રીમ થતા વેબ શો 'હાઉસ અરેસ્ટ'માં અશ્લીલ સામગ્રી માટે એજાઝ ખાન અને અન્ય ઘણા લોકોનું નામ કેસમાં દાખલ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વેબ શોના વિડિયો ક્લિપમાં, એજાઝ ખાન સ્પર્ધકો, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેમને અશ્લીલ કૃત્યો કરવા માટે દબાણ કરતો જોવા મળે છે. તે સ્પર્ધકોને કેટલાક અભદ્ર પ્રશ્નો પૂછતો પણ જોવા મળે છે.

એપમાંથી શો દૂર કરવાની માંગ

વિવાદમાં આવ્યા બાદ, એજાઝ અને શો સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વિવાદો વચ્ચે, શોના તમામ એપિસોડ પણ ઉલ્લુ એપ પરથી દૂર કરવામાં આવ્યા છે. તે જ સમયે, શો અંગે ઘણા રાજકીય નેતાઓના નિવેદનો પણ બહાર આવ્યા છે. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના X હેન્ડલ પર શોનો વીડિયો શેર કરીને તેની ટીકા કરી.

Advertisment
Latest Stories