/connect-gujarat/media/media_files/2025/07/21/whatsapp-image-2025-07-21-12-54-20.jpeg)
2006ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં એક મોટો ચુકાદો આપતાં, બોમ્બે હાઈકોર્ટે ખાસ ટાડા કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
આમાંથી 5 આરોપીઓને અગાઉ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે ૭ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે તે બધાને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ એસ. ચાંડકની ડિવિઝન બેન્ચે આ ઐતિહાસિક ચુકાદામાં કહ્યું હતું કે "જે પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં કોઈ નક્કર તથ્ય નહોતું", અને તેના આધારે "બધા આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
બોમ્બે હાઈકોર્ટને આ કેસમાં આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા મળ્યાં નથી આથી તેમને છોડી મૂકાયા હતા.
11 જુલાઈ 2006ની સાંજે મુંબઈ લોકલ ટ્રેનમાં માત્ર 11 મિનિટમાં સાત અલગ અલગ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 827 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. આ કેસમાં નવેમ્બર 2006માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ પછી, 2015માં, ટ્રાયલ કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આમાંથી 5 ને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે 7 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
Mumbai | Train Accident | Mumbai train blasts , killed 189 people acquitted , 12 accuse