Connect Gujarat
દેશ

દેશમાં વધતા રોડ અકસ્માત વચ્ચે વાહનોની નવી સ્પીડ લિમિટ આવશે,વાંચો નીતિન ગડકરીએ શું કરી જાહેરાત

માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે.

દેશમાં વધતા રોડ અકસ્માત વચ્ચે વાહનોની નવી સ્પીડ લિમિટ આવશે,વાંચો નીતિન ગડકરીએ શું કરી જાહેરાત
X

દેશના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં અલગ-અલગ હાઈવે પર વાહનોની નવી સ્પીડ લિમિટ ને લઇને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાની વાત કહી હતી. ગડકરીએ દુઃખ વ્યક્ત કર્યું કે, માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે. આ અકસ્માતોમાં જેટલા લોકો મૃત્યુ પામે છે તેટલા લોકો કોઈ રોગચાળા, યુદ્ધ કે રમખાણોમાં પણ મૃત્યુ પામતા નથી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશના વિવિધ રાજમાર્ગો પર વાહનોની નવી ગતિ મર્યાદા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ટૂ-લેન અને ફોર-લેન સહિત વિવિધ હાઇવે પર નવી ગતિ મર્યાદા ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ધોરણો ના આધારે અને રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઈને નક્કી કરવામાં આવશે, એમ તેમણે ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું ગડકરી એ દુઃખ વ્યક્ત કર્યું કે, માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે.

દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માત થાય છે. આ અકસ્માતોમાં જેટલા લોકો મૃત્યુ પામે છે તેટલા લોકો કોઈ રોગચાળા, યુદ્ધ કે રમખાણોમાં મૃત્યુ પામતા નથી. સરકાર આવી ઘટનાઓને અંકૂશમાં લેવા માટે સતત પગલાં લઈ રહી છે અને લોકોમાં જાગૃતિ અને અન્ય પગલાંની સાથે સેલિબ્રિટીઓ સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર ઉચ્ચ ધોરણના રસ્તાઓ બનાવી રહી છે. આ રસ્તાઓ ના નિર્માણ બાદ દિલ્હી થી ચંદીગઢ નું અંતર ઘટીને અઢી કલાક થઈ જશે, જ્યારે જયપુર, દેહરાદૂન અને હરિદ્વાર દિલ્હીથી બે કલાકમાં પહોંચી શકાશે

Next Story