ગુજરાતમાં હજી વાવાઝોડાની સ્થિતિ કાબૂ નથી આવી ત્યાં જ એક બીજી આફત આવી પડી છે. મંગળવારે દેશના ઉત્તર ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. દિલ્હી-NCR ઉપરાંત પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ મંગળવારે બપોરે 1: 33 વાગે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરના ડોડામાં છે. મંગળવારે જ તિબેટના શિઝાંગમાં પણ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ સવારે 3:23 વાગ્યે આવ્યો હતો. એનું કેન્દ્ર જમીનથી 106 કિલોમીટર નીચે હતું.
એક મહામારી હજી થમી નથી ત્યાં દિલ્હી NCR સહિત જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં ભૂકંપનો આંચકા, કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરના ડોડામાં
ગુજરાતમાં હજી વાવાઝોડાની સ્થિતિ કાબૂ નથી આવી ત્યાં જ એક બીજી આફત આવી પડી છે. મંગળવારે દેશના ઉત્તર ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
New Update
Latest Stories