રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા અનંત અંબાણી, 1 મેથી પદ સંભાળશે

1 મે, 2025 થી પાંચ વર્ષના કાર્યકાળ માટે અનંત અંબાણીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું કંપનીના ઉત્તરાધિકારી યોજનાનો એક ભાગ છે.

New Update
anant ambani

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 1 મે, 2025 થી પાંચ વર્ષના કાર્યકાળ માટે અનંત અંબાણીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું કંપનીના ઉત્તરાધિકારી યોજનાનો એક ભાગ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણીએ 2022 માં જ તેમના ત્રણ બાળકોમાં કંપનીના વિવિધ વ્યવસાયોની જવાબદારી વહેંચી દીધી હતી.

પુત્રી ઈશા અંબાણીને રિટેલ, મોટા પુત્ર આકાશ અંબાણીને ટેલિકોમ અને નાના પુત્ર અનંત અંબાણીને ઉર્જા ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં મુકેશ અંબાણીએ ખુશીથી નવી જવાબદારી તેમના નાના પુત્ર અનંતને સોંપી છે. અત્યાર સુધી તેઓ કંપની સાથે નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા.

RIL ના ડિરેક્ટર બોર્ડે ₹ 25,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે પણ લીલી ઝંડી આપી દીધી છે. આ રકમ લિસ્ટેડ અથવા અનલિસ્ટેડ, સિક્યોર્ડ અથવા અનસિક્યોર્ડ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના ખાનગી પ્લેસમેન્ટ દ્વારા એક અથવા વધુ તબક્કામાં એકત્ર કરવામાં આવશે.