અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે સુરતના કોસંબા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની ખરોડ ગામેથી કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના  પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ નાસતા ફરતા આરોપી પકડવાની સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ

New Update
ank c
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના  પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ નાસતા ફરતા આરોપી પકડવાની સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એમ. રાઠોડની ટીમને બાતમી મળી હતી કે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાનો આરોપી અંકિત ઉર્ફે કલ્લુ અવધેશ યાદવ અંકલેશ્વરના ખરોડ ગામની લેન્માર્ક હોટલની પાછળ તેના ઘરે હાજર છે જેના આધારે દરોડા પાડી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.ઝડપાયેલ આરોપી કોસંબા પોલીસ મથકના ગુનામાં 2 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.