/connect-gujarat/media/media_files/2026/01/01/khokhan-das-2026-01-01-18-10-14.jpg)
તાજેતરના દિવસોમાં આ કોઈ હિન્દુ પર ચોથો હુમલો છે. અગાઉ, બીજેન્દ્ર બિસ્વાસ, અમૃત મંડલ અને દીપુ ચંદ્ર દાસની પણ ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી, જે દેશમાં ધાર્મિક હિંસામાં વધારો દર્શાવે છે.
બાંગ્લાદેશમાં એક ટોળાએ ખોખન દાસ નામના બીજા હિન્દુ વ્યક્તિ પર હુમલો કર્યો. આ હુમલામાં 50 વર્ષીય દાસ ઘાયલ થયા હતા, અને પછી તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના 31 ડિસેમ્બરે દેશના શરિયતપુર જિલ્લામાં બની હતી. અહેવાલો અનુસાર, દાસ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટોળાએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો, તેમને માર માર્યો અને આગ લગાવી દીધી.
બાંગ્લાદેશમાં કોઈ હિન્દુ પર આ ચોથો હુમલો છે. સોમવારે, બીજેન્દ્ર બિસ્વાસ નામના હિન્દુ યુવાનને તેના સાથીદાર દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. તા. 24 ડિસેમ્બરના રોજ, બાંગ્લાદેશના કાલીમોહર યુનિયનના હુસૈનડાંગા વિસ્તારમાં એક ટોળા દ્વારા 29 વર્ષીય હિન્દુ યુવાન અમૃત મંડલની કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.
આ પહેલા તા. 18 ડિસેમ્બરના રોજ, મૈમનસિંઘના ભાલુકામાં 25 વર્ષીય હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની ફેક્ટરીમાં એક મુસ્લિમ સહકાર્યકર દ્વારા ઈશનિંદાનો ખોટો આરોપ લગાવ્યા બાદ ટોળા દ્વારા તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ટોળાએ દાસની હત્યા કરી હતી, અને પછી તેના શરીરને ઝાડ પર લટકાવી દીધું હતું અને પછી તેને આગ લગાવી દીધી હતી.