Connect Gujarat
દેશ

ઇસરોની અવકાશમાં વધુ એક ઉડાન,વાંચો શું સિદ્ધિ હાંસલ કરી

ઈસરોએ અવકાશમાં વધુ એક ઉચી ઉડાન ભરી છે. વાસ્તવમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહન ‘પુષ્પક’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

ઇસરોની અવકાશમાં વધુ એક ઉડાન,વાંચો શું સિદ્ધિ હાંસલ કરી
X

ઈસરોએ અવકાશમાં વધુ એક ઉચી ઉડાન ભરી છે. વાસ્તવમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહન ‘પુષ્પક’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઈસરોના પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહન પુષ્પકને શુક્રવારે સવારે લગભગ 7.10 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં મોટી સફળતા હાંસલ કરી હતી. વાહન સફળતાપૂર્વક રનવે પર લેન્ડ થયું હતું.ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ત્રિવેન્દ્રમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) મિશન વિશે જાણકારી આપી હતી. આરએલવીનું આ ત્રીજું લેન્ડિંગ મિશન હતું, જેને રામાયણના સ્પેસશીપનું નામ આપવામાં આવ્યું છે. ઈસરોએ વર્ષ 2016 અને ગયા વર્ષે એપ્રિલમાં અગાઉના મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાહનને લગભગ 4.5 કિમીની ઉંચાઈ પર લઈ જવામાં આવ્યું હતું અને પછી છોડવામાં આવ્યું હતું.

Next Story