ભારતમાં 13 રાજ્યોમાં રાજ્યપાલ-ઉપરાજ્યપાલની નિયુક્તિ, રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વીકારી લીધું છે.

ભારતમાં 13 રાજ્યોમાં રાજ્યપાલ-ઉપરાજ્યપાલની નિયુક્તિ, રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ
New Update

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વીકારી લીધું છે. કોશ્યારીની સાથે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે. આ સિવાય રાષ્ટ્રપતિએ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટા ફેરફારો કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય ગુલાબચંદ કટારિયાને આસામ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર (નિવૃત્ત) બીડી મિશ્રાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈકને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે છત્તીસગઢના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. સાથે મણિપુરના રાજ્યપાલ એલ. ગણેશનની નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઈ છે. બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મેઘાલય, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને બિહાર, ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.

રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરોની યાદી

- લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈક, રાજ્યપાલ, અરુણાચલ પ્રદેશ

- લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, રાજ્યપાલ, સિક્કિમ

- સીપી રાધાકૃષ્ણન, રાજ્યપાલ, ઝારખંડ

- શિવ પ્રતાપ શુક્લા, રાજ્યપાલ, હિમાચલ પ્રદેશ

- ગુલાબ ચંદ કટારિયા રાજ્યપાલ, આસામ

- નિવૃત્ત ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર, રાજ્યપાલ, આંધ્રપ્રદેશ

- બિસ્વા ભૂષણ હરિચંદન, રાજ્યપાલ, છત્તીસગઢ

- અનુસુયા ઉઇકે, રાજ્યપાલ, મણિપુર

- એલ. ગણેશન, રાજ્યપાલ, નાગાલેન્ડ

- ફાગુ ચૌહાણ, રાજ્યપાલ, મેઘાલય

- રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યપાલ, બિહાર

- રમેશ બૈસ, રાજ્યપાલ, મહારાષ્ટ્ર

- બ્રિગેડિયર (નિવૃત્ત) બીડી મિશ્રા, લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખ

#India #Connect Gujarat #BeyondJustNews #appointment #governor #President orders #Lieutenant Governor #13 states
Here are a few more articles:
Read the Next Article