કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સમગ્ર હવે ચિત્ર ધીરે-ધીરે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પ્રમુખ પદની દાવેદારીને લઈને વધારે અસમંજસની સ્થિતિ હતી ત્યારે હવે તેનો અંત આવ્યો છે. અશોક ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે, 'તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના છે.' તેમના કહેવા મુજબ, 'રાહુલ ગાંધીએ નક્કી કરી દીધું છે કે તેઓ અધ્યક્ષ પદની રેસમાં નહીં હોય, આથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે અને અધ્યક્ષ પદ માટે દાવેદારી રજૂ કરશે.' રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને આખરે કન્ફ્યુઝન દૂર કર્યું છે અને એલાન કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ગેહલોતે કહ્યું કે હું ચૂંટણી લડીશ એ નક્કી છે અને આગામી સમયમાં નામાંકન ભરીશ, દેશની હાલની જે પરિસ્થિતિ છે તેને જોતાં વિપક્ષ ખૂબ મજબૂત હોવો જરૂરી છે.
અશોક ગહેલોત લડશે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી, રાહુલ ગાંધી નહીં હોય રેસમાં
કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સમગ્ર હવે ચિત્ર ધીરે-ધીરે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે.
New Update