આસામ સરકારે બાળલગ્ન સામે કરી કડક કાર્યવાહી, 335 કેસ નોંધીને પોલીસે 416 લોકોની કરી ધરપકડ

હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, આસામ બાળ લગ્ન સામેની લડાઈ ચાલુ રાખીશું. ગઈકાલે રાત્રે શરૂ કરવામાં આવેલા ઓપરેશનના ત્રીજા તબક્કામાં 416 ધરપકડ કરવામાં આવી

New Update
Child Marriage

આસામમાં બાળલગ્ન સામે શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે પોલીસે શનિવારે રાત્રે 416 લોકોની ધરપકડ કરી હતી અને 335 કેસ નોંધ્યા હતા. બાળલગ્નને લઈને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કેઆસામ બાળ લગ્ન સામેની લડાઈ ચાલુ રાખીશું. ગઈકાલે રાત્રે શરૂ કરવામાં આવેલા ઓપરેશનના ત્રીજા તબક્કામાં 416 ધરપકડ કરવામાં આવી હતી અને 335 કેસ નોંધાયા હતા. અમે આ સામાજિક દુષણને ખતમ કરવા માટે સાહસિક પગલા લેવાનું ચાલુ રાખીશું.'

Latest Stories