અતીક અહેમદના પુત્ર અસદનું ઝાંસી નજીક એન્કાઉન્ટર, ઉમેશ પાલ કેસમાં વોન્ટેડ હતો

ઉમેશ પાલ હત્યાકેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે.

New Update
અતીક અહેમદના પુત્ર અસદનું ઝાંસી નજીક એન્કાઉન્ટર, ઉમેશ પાલ કેસમાં વોન્ટેડ હતો

ઉમેશ પાલ હત્યાકેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે. STF એ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યાં છે. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ જ તે ફરાર થઈ ગયો હતો.એસટીએફ તેમને સતત શોધી રહી હતી અને ઝાંસીમાં તેમનું લોકેશન મળ્યા બાદ પોલીસે તેમને ઠાર કર્યા. એન્કાઉન્ટરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પ્રયાગરાજ કોર્ટમાં અતીક અહેમદના રિમાન્ડ પર સુનાવણી ચાલી રહી હતી. અતીક અહેમદને મંગળવારે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે બંનેની પૂછપરછ કરવાની છે. આ માટે 200 પ્રશ્નોની યાદી તૈયાર કરાઈ છે.

Latest Stories