Connect Gujarat
દેશ

અયોધ્યા બન્યું મોદીમય : PM મોદીએ અયોધ્યામાં 8 કિમી રોડ-શો યોજી 6 વંદે ભારત-2 અમૃત ભારત ટ્રેનને આપી લીલી ઝંડી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો યોજી 6 વંદે ભારત ટ્રેન અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો યોજી 6 વંદે ભારત ટ્રેન અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયોધ્યાના પ્રવાસે છે, ત્યારે PM નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન બંને તરફ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી રહી હતી. 8 કિમીના અંતરમાં માત્ર રામના મંત્રો અને સ્તુતિઓ ગુંજી રહી હતી. 23 સંસ્કૃત શાળાના સંત-મહંત અને 1,895 વૈદિક વિદ્યાર્થીઓ 12 સ્થળોએ વેદ મંત્રો અને શંખના નાદ સાથે સ્વાગત કર્યું હતું. 51 સ્થળોએ લગભગ એક લાખ લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું. મહર્ષિ વાલ્મિકી એરપોર્ટથી શરૂ થયેલો રોડ શો અયોધ્યા ધામ જંકશન પર સમાપ્ત થયો હતો. અહીં PM મોદીએ અયોધ્યા ધામ જંક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ PMએ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. અમૃત ભારત ટ્રેન અયોધ્યાથી દરભંગા માટે રવાના થઈ હતી, જ્યારે વંદે ભારત ટ્રેન અયોધ્યાથી દિલ્હી માટે રવાના થઈ હતી. પીએમ મોદીએ અમૃત ભારત ટ્રેનમાં સવાર મુસાફરો અને શાળાના બાળકો સાથે મુલાકાત કરી હતી. આ પછી PM મોદીએ મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય અયોધ્યાધામ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં અયોધ્યામાં રાજ્યપાલ આનંદી પટેલ અને સીએમ યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી ત્રીજી વખત રામ નગરી પહોંચ્યા હતા. પ્રથમ વખત, તેમણે 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ મંદિર ભૂમિ પૂજનમાં ભાગ લીધો હતો. આ પછી, 23 ઓક્ટોબર, 2022ના રોજ દીપોત્સવમાં ભાગ લીધો. PM મોદીની સાથે રાજ્યપાલ આનંદી પટેલ, સીએમ યોગી, બંને ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય, બીજેપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ, સાંસદ લલ્લુ સિંહ અને રેલવે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Next Story