બજરંગ દળ વીફર્યુ: કોંગ્રેસને મોકલી 110 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ

નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો 14 દિવસમાં એક અબજ રૂપિયાનું માનહાનિનું વળતર ચૂકવવામાં નહીં આવે તો આ કેસ કોર્ટમાં જશે

બજરંગ દળ વીફર્યુ: કોંગ્રેસને મોકલી 110 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ
New Update

કોંગ્રેસના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધની જાહેરાતથી નારાજ બજરંગ દળે કોંગ્રેસ સામે માનહાનિ બદલ એક અબજ દસ લાખ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. ચંદીગઢમાં વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલના કો-હેડ એડવોકેટ સાહિલ બંસલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ નોટિસ મોકલવામાં આવી છે.લીગલ નોટિસમાં લખવામાં આવ્યું છે કે આ જાહેરાતથી બજરંગ બલીના કરોડો ભક્તોની ભાવનાઓનું અપમાન થયું છે. આ સાથે જ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો 14 દિવસમાં એક અબજ રૂપિયાનું માનહાનિનું વળતર ચૂકવવામાં નહીં આવે તો આ કેસ કોર્ટમાં જશે જે પછી એક અબજ રૂપિયા ઉપરાંત અન્ય દસ લાખ રૂપિયાના મુકદ્દમા ખર્ચનો પણ દાવો કરવામાં આવશે.

#માનહાનિની નોટિસ #politics news #Indian National Conress #GujaratConnect #Bajrang Dal #defamation notice #Bajrang Dal vs Congress
Here are a few more articles:
Read the Next Article