New Update
/connect-gujarat/media/media_files/2025/02/19/VeU65Al3xclC7TnIcL6k.jpg)
ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.વી.લાકોડ તથા હાંસોટ પોલીસની ટીમ હાંસોટ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે વમલેશ્વર ગામના દરીયા કીનારાની ખાડી વિસ્તારમાં દરીયાઇ માર્ગે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થાની હેરાફેરી થનાર છે.
જેના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા વમલેશ્વર ગામના દરીયા કીનારની ખાડી વિસ્તારના સ્થળ પરથી તથા વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના બોક્ષ નંગ-૨૧૬ કિંમત રૂપીયા ૧૧,૩૧,૩૯૬ તથા ફોરવ્હીલ નંગ-ર તથા મોટર સાયકલ નંગ-૪ કિંમત રૂપીયા ૬૩૦૦૦૦ મળી કુલ કીમત રૂપીયા 17.61 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસે આરોપી સંજય વસાવા રહે. તેલવા નવી નગરીની ધરપકડ કરી હતી જ્યારે દશરથ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories