ભરૂચ: પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને રેલવે સ્ટેશન પર બૉમ્બ-ડોગ સ્ક્વોડ સાથે પોલીસનું સઘન ચેકીંગ !

આગામી પ્રજાસત્તાક પર્વને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રેલવે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા ભરૂચ

New Update
IMG-20250124-WA0269
આગામી પ્રજાસત્તાક પર્વને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રેલવે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજય બહારની અસરકારક ટ્રેનના ચઢતા-ઉતરતા પેસેન્જરો, ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.
Advertisment
IMG-20250124-WA0271
ભરૂચ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો, પેસેન્જરોની ભીડ-ભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના, વેઇટીંગરૂમ સહિતની જગ્યાઓએ સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી જો કે આ ચેકીંગ દરમ્યાન કોઇ શંકાસ્પદ કે કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.
Latest Stories