ભરૂચ: પાલેજ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સ આધારે બાતમી  મળી હતી

New Update
IMG-20250302-WA0014
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સ આધારે બાતમી  મળી હતી કે પાલેજ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી હસમુખ રાઠોડ હાલ સંતોષી વસાહત ખાતે તેના ઘર પાસે જોવામાં આવ્યો છે.

જે મુજબની બાતમીના આધારે સંતોષી વસાહત ખાતેથી આરોપીને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Advertisment
Latest Stories