Connect Gujarat
દેશ

કારચાલકો માટે મોટા સમાચાર, યાત્રિક કારમાં હવેથી 6 એરબેગ્સ ફરજિયાત કરાય...

દેશના તમામ કારચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિન ગડકરીએ કારમાં એરબેગને લઈને ટ્વિટ કરી મોટું એલાન કર્યું છે.

કારચાલકો માટે મોટા સમાચાર, યાત્રિક કારમાં હવેથી 6 એરબેગ્સ ફરજિયાત કરાય...
X

દેશના તમામ કારચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિન ગડકરીએ કારમાં એરબેગને લઈને ટ્વિટ કરી મોટું એલાન કર્યું છે. હવેથી યાત્રિક કારમાં 6 એરબેગ ફરજિયાત કરી દેવામાં આવી છે.

ભારતમાં સડક અકસ્માતની સંખ્યા ખૂબ વધારે છે. જેથી હજારો લોકો દર વર્ષે એક્સિડન્ટના કારણે જીવ ગુમાવે છે, ત્યારે એરબેગને લઈને આ નિયમની ઘણા દિવસથી ચર્ચા હતી, અને લાગુ કરવાને લઈને અનેકવાર માંગણી પણ કરવામાં આવી હતી. જે બાદ સરકાર પ્રસ્તાવ લઈને આવી હતી, પણ હવે જાહેરાત કરવામાં આવી છે કે, એક વર્ષ બાદ આ નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે સૌથી વધારે રાહત કાર કંપનીઓને મળશે. અગાઉ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારે 8 સીટવાળા વાહનોમાં 6 એરબેગ્સ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ આદેશ તા. 1 ઓક્ટોબર, 2022થી લાગુ થવાનો હતો. ગડકરીએ ટ્વીટ કર્યું, ઓટો ઉદ્યોગ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અને મેક્રો ઇકોનોમિક પરિદ્રશ્ય પર તેની અસરને ધ્યાનમાં રાખીને તા. 1 ઓક્ટોબર, 2023થી પેસેન્જર કારમાં ઓછામાં ઓછા 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story