Connect Gujarat
દેશ

રાજનીતિના સૌથી મોટા સમાચાર ભાજપે 4 રાજ્યના પ્રદેશ અધ્યક્ષો બદલ્યા

ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે

રાજનીતિના સૌથી મોટા સમાચાર ભાજપે 4 રાજ્યના પ્રદેશ અધ્યક્ષો બદલ્યા
X

ભાજપે પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. દેશનાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે 4 રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે. ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા સુનીલ જાખડને પંજાબમાં, ડી પુરંદેશ્વરીને આંધ્રમાં, જી કિશન રેડ્ડીને તેલંગાણામાં અને બાબુલાલ મરાંડીને ઝારખંડમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

સોમવારે, PM નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં કેબિનેટ મંત્રીઓ સાથે પાંચ કલાક લાંબી બેઠક કરી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં છેલ્લાં ચાર વર્ષમાં વિવિધ મંત્રાલયોની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય ચૂંટણીને આડે એક વર્ષથી ઓછો સમય બાકી છે. એટલા માટે વડાપ્રધાને તેમના મંત્રીઓને બાકીનાં કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે પીએમએ વિવિધ મંત્રાલયોની કામગીરી પર ખુશી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની સફળતા પર પીએમએ કહ્યું કે તેની પાછળનું સાચું કારણ એ છે કે ભાજપે દાયકાઓથી લોકો જે ઉપેક્ષાથી પીડાતા હતા તેને દૂર કરી. તમારે ભવિષ્યમાં પણ આવું જ કરવાનું છે.

Next Story