New Update
/connect-gujarat/media/post_banners/34408df8c71cda1b0378155c14e3c77f308cb8107cfb20b56c7c5bc2be6b7cfb.webp)
ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય દળની બેઠક આજે સંસદ ભવન સંકુલમાં પૂરી થઈ ગઈ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા. સૌપ્રથમ તો નેતાઓએ ત્રણ રાજ્યોમાં ભાજપની જંગી જીત બદલ પીએમ મોદીનું સ્વાગત કર્યું. નેતાઓએ 'મોદીજી સ્વાગત છે'ના નારા પણ લગાવ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રી પદના દાવેદારો પર ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જો કે હજુ સુધી આ સંબંધિત કોઈ માહિતી સામે આવી નથી. એવી અટકળો છે કે ભાજપ આ વખતે યુવા ચહેરાઓને સત્તાની બાગડોર સોંપી શકે છે.
Latest Stories