પાકિસ્તાનથી ઈમેલના માધ્યમથી બોલિવૂડ સ્ટાર્સને મળી ધમકી,પોલીસે શરૂ કરી તપાસ

ઇમેઇલ કરનારે ઇમેઇલના અંતે “બિશ્નોઇ” લખ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ઈ-મેઇલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે

New Update
Bollywood Star

ભારતના સિનેમાના જાણીતા કલાકારોને ધમકી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ચાર મોટા કલાકારોને ધમકીઓ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જાણીતા કોમેડી અભિનેતા રાજપાલ યાદવકોરિયોગ્રાફર રેમો ડિસૂઝા,કપિલ શર્મા અને સ્ટાર સુગંધા મિશ્રાને ધમકીઓ મળી છે. આ માહિતી મળતા જ મુંબઈ પોલીસે રાજપાલ યાદવની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે. અભિનેત્રી સુગંધા મિશ્રાની ફરિયાદ પર તેમને એનસી અને રેમો તરફથી પણ ફરિયાદ મળી છે.

Advertisment

સૂત્રોએ દાવો કર્યો છે કે ઇમેઇલ કરનારે ઇમેઇલના અંતે બિશ્નોઇ” લખ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કેઆ ઈ-મેઇલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

ધમકીભર્યા ઇમેઇલમાં લખ્યું છે, ‘અમે આ મેસેજ સાથે ગંભીરતા અને ગોપનીયતાનો આગ્રહ કરીએ છીએ. આવું ન કર્યું તો આનું ગંભીર પરિણામ આવશે. આની અસર તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર પડશે. અમે આગલા 8 કલાકમાં તમારી પાસે તરત જવાબની આશા કરીએ છીએ. જો અમને કોઈ રિએક્શન ન મળ્યું તો અમે માની લઈશું કે તમે આ મામલાને ગંભીરતાથી નથી લઈ રહ્યા અને અમે જરૂરી પગલાં લઈશું.

Advertisment