Connect Gujarat
દેશ

બોટાદ કેમિકલકાંડ: રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ભાજપ સરકાર પર સાધ્યુ નિશાન,વાંચો શું કહ્યું

બોટાદમાં 32 લોકો અને અમદાવાદમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બોટાદ કેમિકલકાંડ: રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ભાજપ સરકાર પર સાધ્યુ નિશાન,વાંચો શું કહ્યું
X

રાજ્યના બોટાદ જિલ્લામાં થયેલ કેમિકલ કાંડ ના પડઘા હવે દિલ્હી સુધી પડ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કેમિકલકાંડ થી થયેલા મોત અંગે નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આજે એક ટ્વીટ કરીને કહ્યું કે 'ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક ઘર ઉજડી ગયા. ત્યાં સતત અબજોની ડ્રગ્સ પણ જપ્ત થઈ રહી છે. જે ખુબ ચિંતાની વાત છે.આ ગોઝારા કેમિકલકાંડ થી અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. કોઈ બહેન ને ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાના પતિ તો કોઈએ પોતાના પિતા. સૌથી વધુ મોત બોટાદમાં થયા છે.

બોટાદમાં 32 લોકો અને અમદાવાદમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 15 જેટલા આરોપીઓને પણ ધરપકડ કરી છે. ગઈ કાલે 7 જેટલા આરોપીઓ પકડાયા હતા. રાહુલ ગાંધીએ આજે એક ટ્વીટ કરીને કહ્યું કે 'ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક ઘર ઉજડી ગયા. ત્યાં સતત અબજોની ડ્રગ્સ પણ જપ્ત થઈ રહી છે. જે ખુબ ચિંતાની વાત છે. આ કોણ લોકો છે જે બાપુ અને સરદાર પટેલની ધરતી પર બેધડક નશાનો કારોબાર કરી રહ્યા છે? આ માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપી રહી છે?'આમ આ કેમિકલ કાંડ હવે રાજ્ય સરકાર માટે મુશ્કેલ બની રહ્યો છે એક પછી એક વિપક્ષના નિશાને સરકાર છે

Next Story
Share it