શનિવારે (24 ઓગસ્ટ) કોલકાતા રેપ-મર્ડર કેસમાં 7 આરોપીઓનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી સંજય રોયની જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, 4 સાથી ડૉક્ટરો, 1 વોલેન્ટિયરની સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમ દ્વારા પોલિગ્રાફી ટેસ્ટ લેવામાં આવ્યો હતો.
કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ, CBIએ RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ FIR નોંધી છે. ઘોષ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલુ છે. સીબીઆઈએ એફઆઈઆરની કોપી અલીપોર સીજેએમ કોર્ટને સોંપી છે.9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. સવારે તેની અર્ધ નગ્ન લાશ મળી આવી હતી. આ પછી દેશભરમાં ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.