ટ્રેન ડ્રાઈવરે અલવરની કચોરી ખાવા માટે વચ્ચેના ક્રોસિંગ પર ટ્રેન રોકી હતી. તડકામાં લોકો ટ્રેન પસાર થાય અને ક્રોસિંગ ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. ઘણા લોકોને ઓફિસ, કેટલાકને હોસ્પિટલ તો કેટલાક લોકોને અગત્યના કામ માટે જવું પડતું હોયછે. પરંતુ ટ્રેનના લોકો પાઇલટને કચોરી ખાવી સૌથી અગત્યની લાગી અને તેણે વચ્ચેના ક્રોસિંગ પર ટ્રેન રોકી અને કચોરી લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન ક્રોસિંગ પર હાજર કોઈએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું જે વાયરલ થઈ રહ્યું છે.
એક ટ્રેનના લોકોપાયલોટને અલવરની કચોરી એટલી પસંદ હતી કે તેણે કોઈપણ લાલ સિગ્નલ વિના ટ્રેનને અધવચ્ચે જ રોકી દીધી અને કચોરી લેવાનું શરૂ કર્યું. લોકો પાયલોટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે ભારતીય ટ્રેન મોડી છે કારણ કે લોકો કરતા કચોરીની વધુ ચિંતા લોકોપાયલટને છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાંચ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.