/connect-gujarat/media/media_files/2025/02/21/r75YSbmgkGh7GaGJscuP.jpg)
નિયંત્રણ રેખા (LoC) પર સરહદ પારથી ગોળીબાર અને IED હુમલાઓ વચ્ચે ભારત અને પાકિસ્તાન ફ્લેગ મીટિંગ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે નિયંત્રણ રેખા નજીક ફ્લેગ મીટિંગ યોજાશે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાની આતંકવાદીઓએ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો. ગોળીબારની ઘટનાઓ સતત બની રહી છે.
નિયંત્રણ રેખા (Loc) પર સરહદ પારથી ગોળીબાર અને IED હુમલાઓ વચ્ચે ભારત અને પાકિસ્તાન ફ્લેગ મીટિંગ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લેગ મીટિંગ દરમિયાન, પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાની આતંકવાદીઓએ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો છે. સરહદ પર ભારે ગોળીબાર વચ્ચે આ બેઠક થવા જઈ રહી છે. ગત તા. 11 ફેબ્રુઆરીના રોજ, શંકાસ્પદ આતંકવાદીઓએ જમ્મુના અખનૂર સેક્ટરમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) હુમલો કર્યો હતો. જેમાં, એક કેપ્ટન સહિત 2 સૈનિકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. રાજૌરી અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર સરહદ પારથી ગોળીબારની ઘટનાઓ પણ નોંધાઈ છે.
અહીં અલગ અલગ ઘટનાઓમાં 2 સૈન્ય જવાન ઘાયલ થયા હતા, જ્યારે ગયા અઠવાડિયે લેન્ડમાઇન વિસ્ફોટમાં એક અન્ય સૈન્ય જવાન ઘાયલ થયો હતો. ભારતીય સેના સરહદ પારથી થતી કોઈપણ નાપાક પ્રવૃત્તિનો યોગ્ય જવાબ આપવામાં વ્યસ્ત છે. સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની પક્ષને ભારે નુકશાન થયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 25 ફેબ્રુઆરી, 2021થી સરહદ પર યુદ્ધવિરામ લાગુ છે. છેલ્લા 15 દિવસથી, પાકિસ્તાને સરહદ પાર પોતાના નાપાક કાવતરાં વધારી દીધા છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાને બોર્ડર એક્શન ટીમ એટલે કે, BATને સક્રિય કરી દીધી છે. આ પાછળ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા ISIનો હાથ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, BAT ટીમો હુમલાનું કાવતરું ઘડવામાં વ્યસ્ત છે.